KuberaNowLogo
Thursday, 17/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કોલસા પરની નિર્ભરતા ઘટાડવા Coal Indiaનો ₹50,000 કરોડનો મેગા પ્લાન

Coal India હવે માત્ર કોલસા ખનન પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીએ Coal Gasification, Critical Minerals અને Renewable Energy ક્ષેત્રોમાં આશરે ₹50,000 કરોડના રોકાણનો પ્લાન બનાવ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 2 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Coal India
Coal Indiaનો બિઝનેસ વિસ્તારવાનો પ્લાન, ₹50,000 કરોડનું મોટું રોકાણAI GENERATED IMAGE

Coal India પોતાની લાંબા ગાળાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરી રહી છે. કંપની હવે માત્ર કોલસા ખનન સુધી મર્યાદિત ન રહી Coal Gasification, Critical Minerals અને Renewable Energy જેવા ક્ષેત્રોમાં પ્રવેશ વધારવાની તૈયારીમાં છે. કંપનીના ચેરમેન બી. સાઈરામના જણાવ્યા મુજબ આ નવા ક્ષેત્રોમાં આશરે ₹50,000 કરોડના રોકાણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


Coal Gasification પર મોટો ભાર

કંપની ખાસ કરીને Coal Gasification પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહી છે. આ ટેક્નોલોજી દ્વારા કોલસામાંથી ગેસ અને રસાયણિક ઉત્પાદનો બનાવી શકાય છે, જેનાથી આયાતી કુદરતી ગેસ અને કેટલાક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. ઓડિશાના લખનપુરમાં Bharat Coal Gasification and Chemicals Limited દ્વારા પ્રથમ વ્યાવસાયિક પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. આ Coal India અને BHELનું સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટમાં ₹25,000 કરોડથી વધુનું રોકાણ થવાનું છે અને દર વર્ષે 6.60 લાખ ટન Ammonium Nitrate ઉત્પાદન કરવાની યોજના છે.


પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં વધુ પ્રોજેક્ટ

Coal India પશ્ચિમ બંગાળમાં GAIL અને મહારાષ્ટ્રમાં BPCL સાથે પણ Coal Gasification પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ બંને પ્રોજેક્ટ હાલ ટેન્ડર તબક્કામાં હોવાનું જણાવાયું છે.


વિદેશમાં લિથિયમ અને Critical Mineralsની શોધ

કંપની Critical Minerals ક્ષેત્રમાં પણ હાજરી વધારી રહી છે. Coal Indiaએ ભારતમાં Graphite અને Rare Earth સહિત પાંચ બ્લોક મેળવ્યા હોવાનું જણાવાયું છે. વિદેશમાં ચિલી, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયામાં પણ ખનિજ સંપત્તિઓ માટે તકો શોધવામાં આવી રહી છે. ચિલીમાં લિથિયમ ખાણ ખરીદવાની શક્યતાઓને લઈને કંપનીએ કેટલાક આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે Non-Disclosure Agreements કર્યા છે.


Singaporeમાં CIL Global

વિદેશી પ્રોજેક્ટ્સ અને રોકાણોને વધુ અસરકારક રીતે સંભાળવા Coal Indiaએ Singaporeમાં ‘CIL Global’ નામથી એક નવી એકમ સ્થાપી છે. આ એકમ કંપનીના આંતરરાષ્ટ્રીય ખનિજ અને અન્ય વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ માટે પ્લેટફોર્મ તરીકે કામ કરશે.


2030 સુધી 9.5 GW Renewable Energyનો લક્ષ્ય

Coal India Renewable Energy ક્ષેત્રમાં પણ મોટું વિસ્તરણ કરવા માંગે છે.કંપનીએ નાણાકીય વર્ષ 2030 સુધી 9.5 GW Renewable Energy ક્ષમતા ઉભી કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તેમાં નવા Solar Projects અને Battery Storage Systemsનો સમાવેશ થશે. આ સમગ્ર યોજના Coal Indiaને પરંપરાગત કોલસા કંપનીમાંથી વધુ વ્યાપક Energy and Resources કંપની તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: ભાવનગર પરા યાર્ડનું થશે આધુનિકીકરણ, ₹125 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM